:: નવી દૄષ્ટિનું તેજ : :

New Vision for Visually challenged Exhibition - 2020

NEW VISION FOR VISUALLY challenged EXHIBITION 2020

શ્રી કૄષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રિય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રજ્ઞાચક્ષુઓમાં છુપાયેલી શક્તિઓને ઉજાગર કરવાના હેતુસર “નવી દૄષ્ટિનું તેજ” વિશિષ્ટ પ્રદર્શન તા.૦૩/૧૨/૨૦૨૦ ગુરુવારનાં રોજ સવારે ૯:૦૦ કલાકે ઓનલાઈન યોજાશે. પ્રજ્ઞાચક્ષુઓની શક્તિઓને જાણવા અને પિછાણવા દરેકને બહોળી સંખ્યામાં ઓનલાઈન જોડાવવા હાર્દિક અપીલ છે.
ઇન્ટરનેટની દુનિયાના પ્રત્યેક મરજીવા આંગળીના ટેરવે અમારી આંખોના અજવાળા બનશે. પ્રજ્ઞાચક્ષુઓની સુષુપ્ત શક્તિનો પરીચય સમાજના પ્રત્યેક વર્ગના લોકોને મળી રહે તેવો ટેકો કરવા હાર્દિક અનુરોધ છે. વ્હોટ્સ એપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ વગેરે સોશીયલ મિડિયાના માધ્યમથી “નવી દૄષ્ટિનું તેજ” પ્રદર્શનના તમે નિહાળેલા વિડિયો શેર કરી અમારા કર્મયજ્ઞમાં આહૂતી આપવા વિનંતિ છે. પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓની કલા અને કૌશલ્યનો પરિચય કરવા અવશ્ય નિહાળો વિશિષ્ટ પ્રદર્શન “નવી દૄષ્ટિનું તેજ”…

  • 0278-2511718
    0278-2423917
  • Shri Krishnakumarsinhji Andh Udhyog Shala, Nr. New Filter, Vidhyanagar-Bhavnagar
  • Mon–Fri: 10:30 AM–6:10 PM
    Sat: 9:00 AM to 1:00 PM
    Sunday: Closed