Technology has become our eye - ટેક્નોલોજી બની અંધજનોની આંખો
એક અભ્યાસ મુજબ એવું પુરવાર થયું છે કે આંખ વડે વ્યક્તિ ૮૦ ટકા જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્યારે બાકીનું ૨૦ ટકા જ્ઞાન અન્ય ઇન્દ્રિય જેવી કે શ્રવણ, સ્પર્શ, ગંધ(નાક) અને સ્વાદ એમ ૪ જ્ઞાનઇન્દ્રિય મદદથી મેળવે છે. તમને પ્રશ્ન થતો હશે કે શું? અંધજનોને આંખના અભાવે માત્ર ૨૦ ટકા જ્ઞાન વડે પોતાનું આખું જીવન ગુજારવું પડતું હશે? ના એવું બિલકૂલ હોતું નથી. નેત્રહીન વ્યક્તિની ચાર ઇન્દ્રિય તાલીમ વડે જ્ઞાન પ્રાપ્તી માટે કેળવી શકાય છે. વળી જીવનમાં આવતા સંઘર્ષમાંથી પણ નેત્રહીન વ્યક્તિ ઘણુ બધુ શિખી લે છે. અનુભવ જીવનની સૌથી મોટી પાઠશાળા છે. આંખોની બાહ્ય દૄષ્ટિનું સ્થાન અવનવી શોધખોળ લઈ રહી છે. ત્યારે અંધાપો વ્યક્તિના વિકાસને અવરોધી નહિ શકે.
ટેક્નોલોજી આજકાલ ખૂબ પાંગરી રહી છે. અંધજનોના વિકાસના તેણે અનેક દ્વાર ખોલી આપ્યા છે. કોમ્પ્યુટર અને એન્ડ્રોઇડ મોબાઈલ નેત્રહીન વ્યક્તિઓ સ્ક્રિન રીડર સોફ્ટવેર અને ટોકબેકની મદદથી સામાન્ય વ્યક્તિની જેમ વાપરી શકે છે. આવા ઉપકરણની મદદથી બેન્ક, ઓફિસ અને શાળા કોલેજોમાં હજારો નેત્રહીન વ્યક્તિ સામાન્ય કર્મચારીની જેમ કામ કરી શકે છે. આજે અંધત્વ વ્યક્તિના વિકાસ માટે બાધક નથી. કોઈપણ ક્ષેત્રમાં નેત્રહીન વ્યક્તિ સફળતાપુર્વક પોતાનું કાર્ય કરવા સામર્થ્ય ધરાવે છે. ઇન્ટરનેટની દુનિયામાં તેણે કદમ માંડી જ્ઞાનની નવી ક્ષિતીજો ખોલી છે. આ બધું જ તાદર્શ નિહાળવા આપણને સૌને મોકો આપે છે. વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાય રહેલું વિશીષ્ટ પ્રદર્શન “નવી દૄષ્ટિનું તેજ” જાણો અને માણો ૩ ડીસેમ્બર ૨૦૨૦.