શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા આયોજિત
“જીવનનો ધબકાર-મારી સ્મરણયાત્રા”રાજ્ય પારિતોષિક સ્પર્ધા-2018-19
:: સ્પર્ધાની માહિતી ::
લેખકશ્રી લાભુભાઈ ટી. સોનાણીનું પુસ્તક ‘જીવનનો ધબકાર-મારી સ્મરણયાત્રા’ પર રાજ્યસ્તરની સ્પર્ધા બે-તબક્કામાં યોજાશે .
પ્રથમ તબક્કો:
- સ્પર્ધકે જણાવ્યા મુજબ પોતે વાંચેલ પ્રેરક પ્રસંગોના આધારે જે તે વિભાગો મુજબ લાગુ પડતા પ્રશ્નોનાં લેખિતમાં વિચારો તા. 31/01/2019 સુધીમાં વ્યક્ત કરવાના રહેશે.
બીજો તબક્કો :
- પ્રથમ તબક્કામાં પસંદગી પામેલ સ્પર્ધકે અંતિમ પસંદગી માટે પસંદગી સમિતિ સમક્ષ ઉપસ્થિત રહી પૂછવામાં આવે તેવા પ્રશ્નો પર ચર્ચામાં ભાગ લઇ પોતાના વિચારો મોખિક રીતે વ્યક્ત કરવાના રહેશે.
કૅટેગરી :
- સમગ્ર સ્પર્ધા ત્રણ વિભાગો (અ), (બ) અને (ક) કૅટેગરી પ્રમાણે યોજાશે.
- સ્પર્ધકની કૅટેગરી તા.31/12/2018 નાં રોજ પૂર્ણ કરેલ ઉમરનાં આધારે વિભાગ અ, બ, ક લાગુ પડશે. જે નીચે મુજબ રહેશે .
વિભાગ-અ : 11 થી 20 વર્ષ
વિભાગ-બ : 21 થી 30 વર્ષ
વિભાગ-ક : 30 વર્ષથી ઉપર
વિજેતા સ્પર્ધકોને પુરસ્કાર :
- જે-તે વિભાગના અંતિમ તબક્કાના વિજેતા સ્પર્ધકને રોકડ પ્રોત્સાહન, પ્રમાણપત્ર અનેમૉમેન્ટો નીચેમુજબ આપવામાં આવશે.
પ્રથમ નંબર માટે રૂ. 21,000/-
દ્વિતીય નંબર માટે રૂ. 15,000/-
તૃતીય નંબર માટે રૂ. 11,000/-
- સ્પર્ધકની રજૂઆતનાં આધારે પસંદગી સમિતિ દ્વારા મળેલ અભિપ્રાયને ધ્યાને લઇ વિશેષ પ્રોત્સાહક પુરષ્કાર આપવામાં આવશે.
સ્પર્ધાના નિયમો :
- ભાગ લેવા માટે સ્પર્ધકે ઓનલાઇન નોંધણી LTSONANI.com પર કરવાની રહેશે.
- પુસ્તક વેબસાઈટ પરથીવિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાશે. તેમજ પ્રજ્ઞાચક્ષુ સ્પર્ધકો માટે પુસ્તકની ઓડિયો પ્રત પણ વેબસાઈટપર મૂકવામાં આવેલ છે. અથવા સ્પર્ધક ઇચ્છે તો પુસ્તક તેના પ્રાપ્તિસ્થાન રાષ્ટ્રીય અંધજન મંડળ-ભાવનગરજિલ્લાશાખાનો (ફોન નં.0278-2423917)સંપર્ક કરી યોગ્યમૂલ્ય આપીને પ્રાપ્ત કરી શકશે.
- ‘જીવનનોધબકાર-મારી સ્મરણયાત્રા’પુસ્તક આધારિત વર્ણવવામાંઆવેલ પ્રસંગોપર સ્પર્ધકે પોતાના વાંચન મુજબ મૌલિકવિચારોલેખિતમાં પ્રથમ તબક્કા માટે રજિસ્ટ્રેશન ફોર્મમાં દર્શાવેલ નિયમોમુજબ મોકલવાના રહેશે.
- અન્ય સંદર્ભ સાહિત્ય માત્ર ઉદાહરણ માટે ઉલ્લેખી શકાશે પરંતુ તેનું વિવરણ કરી શકાશે નહીં.
- પ્રજ્ઞાચક્ષુ સ્પર્ધકો પોતાના વિચારો કૉમ્પ્યૂટર ટાઈપીંગમાંઅથવા બ્રેઈલલિપિમા પણ મોકલી શકશે.
- દરેક વિભાગમાં ભાગ લેતા સ્પર્ધકે તેના વિભાગ માટે આપવામાં આવેલી સૂચનાઓ મુજબઉત્તર આપવાના રહેશે.
- ભાગલેવા ઇચ્છતા સ્પર્ધકે વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે અને જે-તે વિભાગમાં પુછાયેલ પ્રશ્નોત્તરી મુજબ પોતાના મૌલિક પ્રતિભાવો લેખિતમાં નિયમ મુજબ 31.01.2019 સુધીમા મોકલી આપવાના રહેશે
***********