Music Zone - સાત સુરોની સુરાવલી (સંગીત ઝોન)
સાત સુરની સુરાવલી શબ્દને જ્યારે ચોક્કસ દેહ આપે છે. ત્યારે ગીત ચિતને હરવા સાત સુરોની બાવિશ શ્રુતિમાં રમવા લાગે છે. અંતરના આંગણે ઉત્સવનું ઘોડાપુર ઉમટી પડે છે. પ્રજ્ઞાચક્ષુ કલાકારનો સંગીતના સાત સુરોની બાવિશ શ્રુતિનો વૈભવ માણવા ૩ ડીસેમ્બર ૨૦૨૦ ગુરુવારના રોજ અવશ્ય પધારશો. શબ્દ અને સુરનો સંવાદ સાંભળી આપના અંતરના ભાવપ્રદેશમાં સ્વર્ગ ખડું થશે. ગુંજે સુર ગગનમાં શબ્દ શોભે મિઠા કંઠમાં કલા છે,પ્રજ્ઞાચક્ષુ કલાકારની સંગીતમાં.
૩ ડીસેમ્બર ૨૦૨૦ ગુરુવારના રોજ “નવી દૄષ્ટિનું તેજ” ઓનલાઈન નિહાળો જાણો અને માણો કલાને કસબ. આખા કાર્યક્રમને તમારા ગ્રપમાં શેર કરો. તમે છો કલાના પારખું જિંદગી સાથે સંઘર્ષ કરતાં નેત્રહીન વ્યક્તિઓને તેમનામાં પડેલી શક્તિઓને ઓળખી યોગ્ય તક આપીએ. અંગની ઉણપ નિષ્ફળતાનું કારણ નથી હોતું. સફળતા માટે વ્યક્તિને યોગ્ય પ્લેટફોર્મ પણ મળવું જોઈએ.પ્રજ્ઞાચક્ષુ કલાકારની કલાને વધુને વધુ લોકો સુધી પહોંચડવાના યજ્ઞમાં આપણું પણ યોગદાન અવશ્ય આપીએ.